પદમડૂંગરી : જ્યાં સૌંદર્ય ખોબે ખોબે વેરાયેલું છે

image

પદમડૂંગરી કેમ્પ સાઈટ :
                જ્યાં સૌંદર્ય ખોબે ખોબે વેરાયેલું છે દક્ષિણ ગુજરાતમાં તાપી જિલ્લામાં અાવેલી પદમડૂંગરીમાં કુદરતે ખોબે ખોબે સૌંદર્ય ભર્યું છે. નદી, ગાઢ જંગલ, સપાટ મધ્યમ કદના ડૂંગર, અાદિવાસી સંસ્કૃતિ, અદભુત ગ્રામીણ જીવન અા બધું અેક જ જગ્યાઅે જાેવા મળે છે. નિર્જન અને અેકાંત જગ્યા ઉપર તમે તમારા પ્રિય સાથે જીવનના રંગીન સપનાનો સાક્ષાત્કાર કરી શકો છો. અહીં ઉગતા અને અાથમતા સુરજને જાેવો અેક અનેરી મજા છે. વર્ષમાં અાઠ મહિના વહેતી અંબિકા નદી અહીંના પહાડોમાંથી પસાર થાય છે. બાજુમાં ઉનાઇમાં ગરમ પાણીના ઝરા અાવેલા છે. જંગલ વચ્ચે ગુસ્માઇ માડીનું મંદિર અાવેલું છે.

image

વ્યારાથી 30 કિમી અને ઉનાઈથી 8 કિમી દૂર અંબિકા નદીના કિનારે આ સાઇટ પર કૉટેજ, ટેન્ટ બનાવાયા છે. સાથે કેમ્પ ફાયર-એમ્ફી થિયેટર પણ છે. હમણાંજ તેઓએ ATV બાઇક રાઈડ તથા ઝીપ લાઈન જેવી સ્પોર્ટ્સ એક્ટિવિટી ચાલુ કરાઈ છે.

કેવી રીતે જવું :
                      તાપીના વડામથક વ્યારાથી પદમડૂગરી ૩૦ કીમી દુર છે. તો વઘઇથી ચાર કીમી દુર છે. પવિત્ર યાત્રાધામ ઉનાઈથી 8 કિમી દૂર અંબિકા નદીના કિનારે આ સાઇટ આવેલ  છે.

ક્યાં રહેવું:
              પદમડૂંગરી કેમ્પ સાઇટ છે. અહી રાજ્ય સરકાર દ્વારા ફૂલ્લી ફર્નિસ્ડ ટેન્ટ અને કોટેજ બનાવવામાં અાવ્યા છે.

image

Padamdungari Contact:
Number: 02630-290796
Mobiles: 97278 78583 (Always try this)
Range Forest Unai Office: 02630-236244

ફૂડ :
       પદમડૂંગરી કેમ્પ સાઇટ માં અંદર એક નાની રેસ્ટોરાં છે. જ્યાં વેફર,આઇસ ક્રીમ, વગરે ઠંડા પીણાં મળશે. તથા ઓન સીઝન માં ખાવાનું પણ મળી રહેશે.

image

આજુબાજુ ના જોવા લાયક સ્થળો :
                                                  અહીં પૌરાણિક શિવમંદિર, શરભંગ ઋષિનો આશ્રમ અને ઘુસમાઈ

image

ગોસાઇમાતાનું મંદિર જેવાં ધાર્મિકસ્થળો આવેલાં છે. અંબિકા નદીના પટમાં ભગવાન રામચંદ્રજીએ યજ્ઞ કરેલ તેની ભસ્મ આજે પણ પ્રાપ્ય છે. પુરાણોમાં પદમડુંગરી ગામ પદમાવતી નગરી તરીકે ઓળખાતું હતું, એમ પણ કહેવાય છે.

      

અહીં નદી માં નહાવાની પણ મઝા આવે છે. મોટેભાગે સુરત ના સહેલાણીઓ અહીં વધારે આવે છે. અહીં મિત્રો સાથે રાત રહી કેમ્પ-ફાયર કરી એક યાદગાર પ્રસંગ બનાવી શકાય!

ડાંગ ના બીજા પ્રખ્યાત અને રમણીય સ્થળો!☺

For any More information Please Contact Me

To know more About Me!

Have a good journey!☺

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s